Bihar Assembly Election 2025: બિહારમાં પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ (ECI) દ્વારા કરવામાં આવી રહેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાનો બુધવારે 11 વિપક્ષી દળોએ સખત વિરોધ કર્યો હતો. આ દળોએ ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત કરીને આરોપ લગાવ્યો કે, આ પ્રક્રિયા વંચિત વર્ગોને નિશાન બનાવી રહી છે અને તેના કારણે લાખો વાસ્તવિક મતદારોના નામ વોટર લિસ્ટમાંથી દૂર થઈ શકે છે. કોંગ્રેસ, RJD, ભાકપા, માકપા, માકપા(માલે)-લિબરેશન, સપા અને NCP (શરદ પવાર જૂથ) સહિત I.N.D.I.A. ગઠબંધનના નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત કરી અને એક સંયુક્ત મેમોરેન્ડમ સુપરત કર્યું.

