પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં(Murshidabad, West Bengal) વક્ફ કાયદાના વિરોધમાં હિંસા (Violence against Waqf law) ફાટી નીકળી હતી. ઘણા વિસ્તારોમાં તોફાની તત્વોએ પથ્થરમારો(stone pelting) કર્યો. આગ લગાવી. ટ્રેનો રોકવામાં આવી. ઘણી ઓફિસોને નુકસાન થયું હતું. પોલીસકર્મીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે. હિંસક અથડામણમાં 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને અત્યાર સુધીમાં 150 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

