
શાળાના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને એક પ્રશ્ન સતત મુંઝવતો હોય છે કે ધોરણ 10 અને ધોરણ 12 પછી શું? શિક્ષણને લગતા આવા પ્રશ્નોનું નિરાકરણ લાવી કોંગ્રેસ દ્વારા માર્ગદર્શન આપતી પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા "કારકિર્દીના ઉંબરે" પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે.
સતત 20 વર્ષથી કોંગ્રેસ દ્વારા આ પુસ્તક બહાર પાડવામાં આવી રહ્યું છે. આ સાથે જ આ પુસ્તક ડિજિટલ પ્લેટફોર્મ અને વેબસાઈટ પર પણ જોવા મળશે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ પુસ્તકનું વિમોચન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને હોદેદારો આ પ્રસંગે હાજર રહ્યા હતા.