Home / World : Controversy over printing of Gandhiji, Mother Teresa's photos on beer bottles

બિયરની બોટલ પર ગાંધીજી, મધર ટેરેસાના ફોટો છપાતા વિવાદ, કંપની સામે લોકોનો આક્રોશ

બિયરની બોટલ પર ગાંધીજી, મધર ટેરેસાના ફોટો છપાતા વિવાદ, કંપની સામે લોકોનો આક્રોશ

મહાત્મા ગાંધી, મધર ટેરેસા અને નેલ્સન મંડેલા જેવી મહાન વ્યક્તિઓની બિયર અને દારૂની બોટલ પર છપાયેલી તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. તેનાથી લોકો વચ્ચે એક નવા વિવાદે જન્મ લીધો છે. આ સિવાય ગાંધીજીની તસવીરવાળી બિયરની બોટલ પર ૐ દર્શાવેલું હોવાથી લોકોની ધાર્મિક ભાવના પણ દુભાઈ છે. આ કૃત્ય રશિયાની એક દારૂ બનાવનાર કંપનીએ કર્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રશિયાની કંપનીની આ હરકતને લઈને એવું પણ જણાવવામાં આવ્યું કે, આ કોઈ નવી AI જનરેટેડ બિયરની બોટલના ફોટા નથી. હકીકતમાં બિયરની બોટલ અને કેન પર આ મહાન લોકોની તસવીર લગાવવામાં આવી છે. કારણ કે, આ બિયર બનાવનારી કંપની દ્વારા પણ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ઉત્પાદનોના ફોટો સહિત ડિટેલ આપવામાં આવી છે.  

ગાંધીની તસવીરવાળી બિયરની બોટલ 

સોશિયલ મીડિયા પર આ બિયરના ફોટો ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. મૉસ્કોના સર્ગિએવ પોસાદ સ્થિત રેવૉર્ટ બ્રૂઅરી કંપની આવી બિયરની બોટલ બનાવી રહી છે. બોટલ પર લગાવવામાં આવેલા ગ્રાફિક્સ હાલ વાઈરલ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને એક્સ પર અનેક લોકોએ આવા મહાન લોકોની તસવીર લાગેલી બિયરની બોટલના ફોટો અને વીડિયો શેર કરતાં આકરી ઝાટકણી કાઢી છે. એટલું જન હીં રેવોર્ટ બ્રૂઅરીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ઉત્પાદનોના ફોટા શેર કર્યાં છે.

કંપનીએ શેર કરી તસવીર

કંપનીએ જે પોસ્ટ શેર કરી તેમાં અલગ-અલગ મહા પુરૂષોના નામે લૉન્ચ કરવામાં આવેલી બિયર વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં મહાત્મા ગાંધીની તસવીર લગાવેલી બિયરની બોટલને લેમન ડ્રોપ હેઝી આઈપીએ ઉત્પાદન જણાવવામાં આવ્યું છે. જેમાં આલ્કોહોલની માત્રા ABV 7.3 છે. ગાંધીજી વાળી બોટલ પર હિન્દુ પ્રતિક ૐ પણ દર્શાવાયું છે.

આ પહેલાં ઈઝરયાલની કંપનીએ પણ કર્યું હતું આવું 

આ પહેલાં 2019માં એક ઈઝરાયલની કંપનીને પોતાની દારૂની બોટલ પર ગાંધીની તસવીર લગાવવા માટે ફટકાર લગાવવામાં આવી હતી. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે રાજ્યસભા સભ્યોને દારૂની બોટલો પર મહાત્મા ગાંધીની તસવીરના આવા ઉપયોગની ચિંતા વ્યક્ત કરી છે. 

Related News

Icon