Home / World : US: Plane crash in California, pilot dead, 2 houses caught fire due to plane falling

US: કેલિફોર્નિયામાં Plane Crash, પાયલોટનું મોત, વિમાન પડવાથી 2 ઘરોમાં લાગી આગ

US Plane Crash: અમેરિકામાં અચાનક પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે, જેમાં પાયલટનું મોત નિપજ્યું છે. પ્લેન ક્રેશ થયા બાદ તે બે ઘરોની છત પર પડ્યું, જેના કારણે ઘરમાંથી પણ ધુમાડો ઉઠવા લાગ્યો હતો. ઘટનાની ફાયરબ્રિગેડના 40 થી વધુ કર્મચારી ઘટાનસ્થળે પહોંચ્યા હતાં અને અનેક કલાકોની ભારે જહેમત બાદ તેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, પ્લેન ક્રેશ થવાના કારણે ઘરનો એક મોટો ભાગ ધ્વસ્ત થઈ ગયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પ્લેન ક્રેશ થવાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ તુરંત હરકતમાં આવી હતી. પોલીસે જે ગલીમાં વિમાન ક્રેશ થઈને પડ્યું તે ગલીને પોલીસે બ્લોક કરી દીધી હતી અને સામાન્ય લોકોનું અવન-જવન બંધ કરી દીધું હતું. આ સાથે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી. 

લૉસ એન્જિલસ પાસે સર્જાઈ દુર્ઘટના
આ અકસ્માત કેલિફોર્નિયાની સિમી ઘાટીમાં થયો હતો, જે લૉસ એન્જિલસથી ફક્ત 80 કિલોમીટરની દૂરી પર છે. આ ઘટનાના અનેક ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે, જેમાં એક ઘરમાંથી ભયાનક ધુમાડો જોવા મળ્યો હતો. 

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરના વિભાગના કર્મચારી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. 40 થી વધારે કર્મચારીઓએ અનેક કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. ફાયર વિભાગે આ ઘટના વિશે વાત કરતાં જણાવ્યું કે, બંને ઘરમાં રહેતા લોકોને સુરક્ષિત ઘરની બહાર કાઢી લેવામાં આવ્યા છે. તમામ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઈ પણ ઈજાગ્રસ્ત નથી થયું. જોકે, ઘરને ઘણું નુકસાન થયું છે. આગ લાગવાના કારણે ઘરનો એક મોટો ભાગ બળી ગયો છે. 

કેલિફોર્નિયાના પ્રશાસને અત્યાર સુધી આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા નથી આવી. આ સિવાય પ્લેન ક્રેશ થવાનું કારણ પણ હજું સામે નથી આવ્યું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. 

 

Related News

Icon