સગીરો સાથેના અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી 25 વર્ષીય પંકજ સરોજ સાથે થયો હતો. ત્યારબાદ યુવકે પ્રેમ સંબંધની આડમાં સગીરા સાથે અવાર નવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો અને સગીરા ગર્ભવતી થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ આ સગીરાના 4 મહિનાના ગર્ભનો ગર્ભપાત કરાવવા માટે સુરત સેશન્સ કોર્ટમાં મંજૂરી માગવામાં આવી છે. હાલ સગીરાને આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે.

