Ahmedabad Plane Crash News: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ટેક ઓફ થયું હતું અને 1:40 વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી.
આ પ્લેનમાં 27 વર્ષીય પુરોહિત આકાશ નિલેશભાઈ પણ સવાર હતા. મળતી માહિતી પ્રમાણે આકાશ પુરોહિત ખંભોળજ ગામના વતની હતી. અને ફ્લાઇટ સીટ નંબર 190 પર સવાર હતા. પ્લેન ક્રેશને પગલે પીડિતના સંબંધી પંડ્યા મીનાબેન કલ્પેશભાઈનો વીડિયો સામે આવ્યો છે.