અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં 241 પ્રવાસીઓના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિનો બચાવ થયાનું પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું. GSTV ટીમ વધુ સચોટ વિગતો માટે ઘટના સ્થળે પહોંચી છે.