Ahmedabad Plane Crash: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણી નગરમાં ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ ટેકઓફ થયા પછી તરત જ આ પ્લેન ક્રેશ થયું હતું. ક્રેશ થયા પછી પ્લેનમાં આગ લાગી ગઈ. અમદાવાદથી મળેલી તસવીરોમાં પ્લેનમાંથી ગાઢ કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં 242 જેટલા મુસાફરો હોવાનું અનુમાન છે.

