Bangaluru stampede News : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગની ઘટના માટે ક્રિકેટ એસોસિએશનને જવાબદાર ઠેરવ્યું. આવી ઘટના અંગે પણ રાજકારણ કરતાં ભાજપના પ્રશ્નોનો જવાબ આપતા કર્ણાટક સીએમએ કહ્યું કે મહાકુંભ દરમિયાન પણ નાસભાગ થઈ હતી. આવી ઘટનાઓ પર રાજકારણ ન કરવું જોઈએ.

