Bhavnagar News: ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે (26 જૂન) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તેવામાં અનેક વિસ્તારોમાં ઘોડાપૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જ્યારે નદી-નાળા અને કેનાલો છલકાઈ છે, ત્યારે પાણીમાં ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ભાવનગરના ઘોઘા વિસ્તારમાં રમત-રમતના ત્રણ બાળકો ઊંડા પાણીના ખાડામાં પડ્યા હતા. જેમાં બે બાળકોના કરૂણ મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

