Home / India : Senior Congress leader Sonia Gandhi's health is unwell, undergoing treatment at Sir Ganga Ram Hospital in Delhi

કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીની તબિયત નાદુરસ્ત, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર હેઠળ

કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીની તબિયત નાદુરસ્ત, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર હેઠળ

Congress Leader Sonia Gandhi Admitted to Delhi Hospital : કોંગ્રેસના પાર્લામેન્ટ્રી પાર્ટી ચેરપર્સન અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર પેટની સમસ્યાના કારણે તેમની સારવાર ચાલી રહી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ડોક્ટર્સની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. કોંગ્રેસ પક્ષ તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

  

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ 7 જૂને જ સોનિયા ગાંધીને શિમલાની ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં નિયમિત હેલ્થ ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં પણ પેટ સંબંધિત સમસ્યાના કારણે તેઓ દિલ્હીની સરગંગારામ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. એક દિવસની સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. 

Related News

Icon