SRH Hotel Fire: સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) નું IPL 2025 માં અત્યાર સુધી પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટીમનો આગામી મુકાબલો 17 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એક અહેવાલ મુજબ, સોમવારે સવારે હૈદરાબાદની ટીમ હોટલમાં આગ લાગી હતી. જોકે, મહત્ત્વની વાત એ છે કે બધા ખેલાડીઓ સુરક્ષિત છે.

