Home / Sports : Rinku Singh and Priya Saroj will not get married in November

નવેમ્બરમાં નહીં થાય ક્રિકેટર રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજના લગ્ન, સામે આવ્યું મોટું કારણ

નવેમ્બરમાં નહીં થાય ક્રિકેટર રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજના લગ્ન, સામે આવ્યું મોટું કારણ

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજના લગ્ન આ વર્ષે નવેમ્બરમાં થવાના હતા, પરંતુ હવે તે મુલતવી રાખવામાં આવ્યા છે. 8 જૂને રિંકુ અને પ્રિયાની સગાઈ લખનૌની એક લક્ઝરી હોટલમાં થઈ હતી, જેમાં BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, સપા પ્રમુખ અખિલેશ યાદવ, જયા બચ્ચન અને ઘણા VVIP મહેમાનો આવ્યા હતા. બંનેના લગ્ન 18 નવેમ્બર 2025ના રોજ થવાના હતા, જે હવે આ વર્ષે નહીં થાય.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન 18 નવેમ્બર 2025ના રોજ તાજ વારાણસી ખાતે થવાના હતા. IPL 2025 પછી બંનેની સગાઈ થઈ હતી, તમને જણાવી દઈએ કે રિંકુ સિંહ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે રમે છે અને આ સિઝન માટે ફ્રેન્ચાઈઝીએ તેને 13 કરોડ રૂપિયાની મોટી રકમ સાથે રિટેન કર્યો છે.

ક્રિકેટરના લગ્ન કેમ મુલતવી રાખવામાં આવ્યા?

એક અહેવાલ મુજબ, રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. આ પાછળનું કારણ રિંકુની ટીમ પ્રત્યેની કમીટમેન્ટ છે. રિંકુએ ટીમ સાથે રમવા જવાનું છે. 27 વર્ષીય રિંકુ સિંહે ભારત માટે 2 ODI અને 33 T20I મેચ રમી છે. આમાં તેણે અનુક્રમે 55 અને 546 રન બનાવ્યા છે.

રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન ક્યારે થશે?

ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વ્યસ્તતાને કારણે, આ લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે, તાજ વારાણસીથી નવેમ્બરનું બુકિંગ કેન્સલ કરવામાં આવ્યું છે. હવે ફેબ્રુઆરી માટે બુકિંગ કરવામાં આવ્યું છે, આ લગ્નનું સ્થળ તે જ હશે. રિપોર્ટમાં તેમના પરિવારના સભ્યોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હવે લગ્ન ફેબ્રુઆરી 2026માં થશે. જોકે, તેની તારીખની હજુ સુધી પુષ્ટિ નથી કરવામાં આવી.

રિંકુ સિંહની પત્ની પ્રિયા સરોજ કોણ છે?

પ્રિયા સરોજ 26 વર્ષની છે, તેનો જન્મ 23 નવેમ્બર 1998ના રોજ વારાણસીમાં થયો હતો. તે મછલીશહરથી સમાજવાદી પાર્ટીની સાંસદ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોમાં તે બીજા ક્રમની સૌથી નાની ઉંમરની ઉમેદવાર હતી.

Related News

Icon