ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી 5 ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ ઐતિહાસિક લોર્ડ્સ મેદાનમાં રમાઇ રહી છે જ્યાં ભારતીય બેટ્સમેનોનું આક્રમક રૂપ જોવા મળ્યું. ખાસ કરીને રિષભ પંતે ફરી એક વખત સાબિત કર્યું કે તે ટેસ્ટ ક્રિકેટમાં સિક્સર ફટકારવામાં માહેર છે. પંતે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

