શુભમન ગિલે લીડ્સમાં રમાયેલી ટેસ્ટમાં કેપ્ટન તરીકેની પોતાની ડેબ્યુ મેચમાં 147 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને બુધવારે બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચમાં જ્યારે તે મેદાન પર આવ્યો ત્યારે તેણે એ જ લય જાળવી રાખી અને પહેલા દિવસે 114 રન બનાવીને અણનમ પાછો ફર્યો અને આ યુવા કેપ્ટન અહીં ન અટક્યો.

