IPL 2025ની 38મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં, ટોસ જીત્યા બાદ, MI એ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં CSKની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફારો જોવા મળ્યા હતા, જેમાં 17 વર્ષીય આયુષ મ્હાત્રે (Ayush Mhatre) , જે ઘરેલુ ક્રિકેટમાં મુંબઈ માટે રમે છે, તેને ટીમમાં સ્થાન મળ્યું હતું. આયુષે (Ayush Mhatre) IPL ડેબ્યુ મેચમાં 15 બોલનો સામનો કરીને 32 રન બનાવ્યા હતા. જ્યારે આયુષે મેદાનમાં પ્રવેશ કર્યો, ત્યારે તેણે 18 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

