
બ્રાઝિલના દક્ષિણ રાજ્ય સાન્ટા કેટરીનામાં શનિવારે 21 મુસાફરોને લઈ જતા ગરમ હવાના બલૂનમાં આગ લાગી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા. રાજ્યના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, સવારની ફ્લાઇટ દરમિયાન પર્યટન માટે ઉપયોગમાં લેવાતા બલૂનમાં આગ લાગી હતી. આ પછી તે પ્રેયા ગ્રાન્ડે શહેરમાં ક્રેશ થયું. અકસ્માતમાં 13 લોકો બચી ગયા અને આઠ લોકોના મોત થયા.
https://twitter.com/iamnarendranath/status/1936436397986197635
સ્થાનિક ગવર્નર જોર્ગિન્હો મેલોએ જણાવ્યું હતું કે બચાવ ટીમો ઘટનાસ્થળે અન્ય લોકોની શોધ કરી રહી છે. તેમણે કહ્યું, 'આ અકસ્માતથી આપણે બધા આઘાતમાં છીએ.' ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, 13 બચી ગયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.