ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સની 10 વિકેટથી ભવ્ય જીત થઇ હતી. પહેલા બેટિંગ કરી DCએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. જેના જવાબમાં GT તરફથી સાંઇ સુદર્શને 61 બોલમાં અણનમ 101 રન અને શુભમન ગિલે 53 બોલમાં અણનમ 93 રન બનાવીને ગુજરાતને ભવ્ય જીત અપાવી. આ જીત સાથે જ ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલ પર ટોચ પર આવી ગઇ છે. આ ઉપરાંત GT, RCB અને PBKSની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાઇ થઇ ગઇ છે.

