રાજકોટ શહેરમાંથી વકફ બોર્ડેના નામે મિલકત પડાવવાનું ષડયંત્ર સામે આવ્યું છે. જેમાં વકફ બોર્ડના નામે અચાનક દુકાનો પર દાવો ઠોકી કેટલાક વિધર્મીઓ દ્વારા દુકાનોમાં રહેલો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. તેમાંથી બે દુકાનો 70 વર્ષથી ભાડાપેટે દુકાનદારો દ્વારા ચલાવવામાં આવે છે. વકફ બોર્ડના આદેશના નામે ત્રણ દુકાનો ખાલી કરવાના મામલે વિવાદ વકર્યો છે તેમજ દુકાનદારોમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે.

