પંજાબના ફિરોઝપુરમાં એક ક્રિકેટ મેચ દરમિયાન એક બેટ્સમેનને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેનું મોત થઈ ગયું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે યુવક બેટિંગ કરી રહ્યો છે. તેણે બોલ પર સિક્સ ફટકારી. પરંતુ આ પછી તે જમીન પર બેસી જાય છે. સાથી ખેલાડીઓ કંઈ સમજી શકે ત્યાં સુધીમાં તે યુવાન જમીન પર સૂઈ ગયો.
જોકે, આ પછી મેદાનમાં હાજર અન્ય સાથી ખેલાડીઓ તેની પાસે પહોંચ્યા અને CPR આપ્યું. પરંતુ તેને બચાવી ન શકાયો અને તેનું મોત નીપજ્યું. આ ઘટનાએ અન્ય ખેલાડીઓમાં સનસનાટી મચાવી દીધી છે. આ સમગ્ર મામલો ફિરોઝપુરના ગુરુહર સહાયનો હોવાનું જણાવાઈ રહ્યું છે.
માહિતી મુજબ, રવિવારે સવારે ક્રિકેટ રમતી વખતે સિક્સ ફટકાર્યા પછી ખેલાડી હરજીત સિંહને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેનું મોત થયું. હરજીત સિંહ સારી બેટિંગ કરી રહ્યો હતો. આ ઘટના DAV સ્કૂલના મેદાનની છે. આ ઘટનાનો વીડિયો તેની સાથે રમતા અન્ય ખેલાડીઓએ કેમેરામાં કેદ કર્યો હતો.
આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
આ ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે હરજીત બ્લેક એન્ડ વ્હાઈટ કલરના કપડા પહેર્યા છે. બેટિંગ કરતી વખતે તેણે લાંબી સિક્સ ફટકારી અને પછી પિચની વચ્ચે બેસી ગયો. ત્યારબાદ છાતીમાં દુખાવાને કારણે તે સૂઈ ગયો. સાથી ખેલાડીઓએ તેને CPR આપ્યો. પરંતુ તેને બચાવી ન શકાયો. તેનું પિચ પર જ મુત્યુ થઈ ગયું.