Home / Business : How much will interest rates fall after the repo rate cut?

રેપો રેટમાં ઘટાડો થયા પછી કેટલું ઘટશે વ્યાજ? જો 50 લાખની લોન લીધી હોય તો કેટલો હપ્તો ઘટે

રેપો રેટમાં ઘટાડો થયા પછી કેટલું ઘટશે વ્યાજ? જો 50 લાખની લોન લીધી હોય તો કેટલો હપ્તો ઘટે

ભારતીય રિઝર્વ બેંકએ શુક્રવારે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે રેપો રેટ ઘટીને 5.5 ટકા થઈ ગયો. વર્ષ 2025 માં આ ત્રીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં એક જ સમયે કરવામાં આવેલ આ સૌથી મોટો દર ઘટાડો છે.  આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) ની ત્રણ દિવસીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રેપો રેટમાં ઘટાડા બાદ હોમ લોન, ઓટો લોન જેવી રિટેલ લોન સસ્તી થવાની અને માસિક હપ્તો એટલે કે EMI ઘટવાની અપેક્ષા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અહીં આપણે ગણતરી દ્વારા સમજી શકીએ કે જો આપણે 20 વર્ષ માટે 50 લાખ રૂપિયાની હોમ લોન પર વ્યાજ દર 0.50% ઘટાડીએ, તો EMI કેટલો ઘટશે. આ રીતે સમજો ઇએમઆઇની ગણતરી.

હાલના EMIની ગણતરી

વિગત                  આંકડા
લોનની રકમ          રૂ. 50 લાખ
લોનની મુદત         20 વર્ષ
વ્યાજ દર              8 ટકા (મિનિમમ)
માસિક હપ્તો          રૂ. 41422
વ્યાજની ચુકવણી   રૂ. 50,37,281
મુદ્દલ-વ્યાજની કુલ ચુકવણી રૂ. 1,00,37,281


વ્યાજ દર ઘટ્યા પછીનો સંભવિત ઇએમઆઇ

વિગત                             આંકડા
લોનની રકમ              રૂ. 50 લાખ
લોનની મુદત             20 વર્ષ
વ્યાજ  દર                 7.5 ટકા
માસિક હપ્તો         રૂ. 40,280
વ્યાજની ચુકવણી         રૂ. 46.,67,118
મુદ્દલ-વ્યાજની કુલ ચુકવણી રૂ. 96,67,118

(નોંધ: આ ગણતરી એસબીઆઇ હોમ લોન ઇએમઆઇ  કેલ્ક્યુલેટર પર આધારિત છે. ગણતરીમાં લઘુત્તમ 8% વ્યાજ દર લેવામાં આવ્યો છે.)

ઇએમઆઇ અને વ્યાજમાં કેટલો ફાયદો?
હોમ લોનના  ઇએમઆઇની  ગણતરી પરથી સ્પષ્ટ થાય છે કે વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો તમારા ઇએમઆઇમાં 1542 રૂપિયા સુધીનો ઘટાડો કરી શકે છે. તે જ સમયે, હવે જો તમારી હોમ લોનના વ્યાજ દર આગામી 20 વર્ષ સુધી સ્થિર રહે છે, તો તમારે સમગ્ર સમયગાળા દરમિયાન 370,163 રૂપિયા ઓછું વ્યાજ ચૂકવવું પડશે.

ઘર લેવાથી ઓટો લોન સસ્તી થશે
આરબીઆઇ એ વર્ષમાં ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આ વખતે, 0.50 પોઈન્ટનો ઘટાડો કરીને મોટી રાહત આપવામાં આવી છે. આ રેટ કટ મોંઘા ઇએમઆઇ ચૂકવનારાઓને મોટી રાહત આપશે. રેપો રેટ હવે 6.00% થી ઘટાડીને 5.50% કરવામાં આવશે. એસડીએફ પણ ઘટાડીને 5.25% કરવામાં આવ્યો છે. ઉપરાંત, બેંક રેટ ઘટાડીને 5.75% કરવામાં આવ્યો છે, જે જરૂર પડ્યે બેંકોને આરબીઆઇ પાસેથી લોન લેવામાં પણ રાહત મળશે.

વીએસઆરકે  કેપિટલના ડિરેક્ટર સ્વપ્નિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, "રેપો રેટ ઘટાડવાના નિર્ણયથી વ્યાજ દરમાં 0.50% ઘટાડો થઈ શકે છે. આનો અર્થતંત્ર પર સકારાત્મક પ્રભાવ પડશે. આ ફેરફારથી હોમ લોન તેમજ કાર લોન, બિઝનેસ લોન અને એમએસએમઇ  લોન જેવી અન્ય લોનનો ખર્ચ ઘટશે. આવી અનુકૂળ નાણાકીય પરિસ્થિતિઓ રિયલ એસ્ટેટ બજારમાં માંગ વધારી શકે છે. આવી સ્થિતિમાં, સરળ અને સસ્તી લોન સુવિધા ઘર ખરીદનારાઓ અને રોકાણકારોને આકર્ષે છે.

Related News

Icon