Home / Sports : England's first innings ended at 465 runs

IND vs ENG Test Seriesમાં ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 465 રનમાં સમેટાઈ, બુમરાહે 5 વિકેટ ઝડપી

IND vs ENG Test Seriesમાં ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 465 રનમાં સમેટાઈ, બુમરાહે 5 વિકેટ ઝડપી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ પર રમાઈ રહ્યો છે. આજે આ મુકાબલાનો ત્રીજો દિવસ છે. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 465ના સ્કોર સાથે સમેટાઈ ગઈ છે. ભારત પાસે 6 રનની લીડ છે. બુમરાહે આ ઈનિંગમાં 5 વિકેટ ઝડપી છે. જણાવી દઈએ કે, ભારતીય ટીમના શુભમન ગિલ, ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગ 465ના સ્કોર સાથે ઓલઆઉટ

ઓલી પોપની સદી અને હેર બ્રૂકના 99 રનની ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડની ટીમે 465 રન બનાવી દીધા છે. ભારતે પહેલા રમતા 471 રન બનાવ્યા હતા. ભારત પાસે હવે 6 રનની લીડ છે. ભારત માટે જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપી. પ્રસિદ્ધ કૃષ્ણાને ત્રણ સફળતા મળી. જ્યારે મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 465ના સ્કોર પર રોકી દીધું. ઇંગ્લેન્ડ માટે પોપે 14 ચોગ્ગાની મદદથી 106 રન બનાવ્યા. જ્યારે બ્રૂકે 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 99 રન બનાવ્યા.

Related News

Icon