
IPL 2025માં આજે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાશે. બંને ટીમો LSGના હોમ ગ્રાઉન્ડ, એકાના સ્ટેડિયમમાં ટકરાશે. SRHની ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. દરમિયાન, LSGની આશાઓ હજુ પણ જીવંત છે.
તમને જણાવી દઈએ કે ત્રણ ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. હવે ચોથી ટીમ કોણ હશે તે એક મોટો પ્રશ્ન છે. હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI), દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) રેસમાં છે. જો LSG આજે હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. જોકે, એવું નથી કે આજની જીત સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થશે, પરંતુ આ જીત સાથે તેની આશાઓ જીવંત રહેશે.
આ સિઝનમાં, SRHની ટીમ 11માંથી માત્ર 3 મેચ જીતી શકી છે. SRHને સાત મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે., તેમજ 1 મેચ અનિર્ણિત રહી છે. જ્યારે લખનૌએ 11માંથી 5 મેચ જીતી છે. LSG 10 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. અહીંથી, જો LSG તેની બાકીની ત્રણેય મેચ જીતી જાય તો ટીમ 16 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે. જોકે, તેના માટે, તેને અન્ય ટીમોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે.
હેડ ટૂ હેડ રેકોર્ડ
બંને ટીમોના હેડ ટૂ હેડ રેકોર્ડમાં LSGનો હાથ ઉપર છે. ટીમે IPLમાં ચાર વખત હૈદરાબાદને હરાવ્યું છે. જ્યારે SRH ટીમ LSGથી ફક્ત એક જ વાર જીતી શકી છે. આ સિઝનમાં પણ LSGએ SRHને પહેલી મેચમાં હરાવ્યું હતું. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ સિઝનમાં બંને વચ્ચેની બીજી મેચમાં SRH હારનો બદલો લઈ શકે છે નહીં.
બંને ટીમોના વિદેશી ખેલાડીઓ વિશે અપડેટ
LSG માટે સારી વાત એ છે કે તેના ચારેય મુખ્ય વિદેશી ખેલાડીઓ હાજર છે. નિકોલસ પૂરન, મિચેલ માર્શ, એડન માર્કરામ અને ડેવિડ મિલર એક્શનમાં જોવા મળશે. ઉપરાંત, મયંક યાદવના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા વિલિયમ ઓરુક પણ ટીમનો ભાગ છે.
SRHની વાત કરીએ તો, ટ્રેવિસ હેડ આજે સવારે જ ભારત આવ્યો છે, અને અહેવાલો મુજબ તેને કોરોના થઈ ગયો છે. આવી સ્થિતિમાં તેના માટે રમવું મુશ્કેલ છે. અને વિઆન મુલ્ડર પણ ટીમ સાથે નથી જોડાયો. કેપ્ટન પેટ કમિન્સનું રમવું નિશ્ચિત માનવામાં આવે છે.
મેચ પ્રિડિક્શન
આ મેચમાં LSGનો હાથ ઉપર છે કારણ કે બંને ટીમોના હેડ ટૂ હેડ રેકોર્ડમાં તે આગળ છે અને બીજું આ મેચ તેના જ હોમ ગ્રાઉન્ડમાં રમવાની છે. આ સિવાય તેના ખેલાડીઓ પણ ફોર્મમાં છે. જોકે, SRHને ઓછું ન આંકી શકાય.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
LSG: મિચેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બદોની, ડેવિડ મિલર, રવિ બિશ્નોઈ, દિગ્વેશ સિંહ રાઠી, આવેશ ખાન અને શાર્દુલ ઠાકુર.
SRH: અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), અનિકેત વર્મા, હેનરિક ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, કામિન્દુ મેન્ડિસ, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ અને જીશાન અંસારી.