IPL 2025માં શાનદાર પ્રદર્શન કરી રહેલી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) 14 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે પોતાની આગામી મેચ રમશે. આ મેચ પહેલા ટીમને મોટી રાહત મળી છે, સ્ટાર ખેલાડી મયંક યાદવને LSG કેમ્પમાં જોડાવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. મયંક 15 એપ્રિલે ટીમમાં જોડાય તેવી શક્યતા છે. તે પીઠ અને પગની ઈજાઓમાંથી સ્વસ્થ થઈ ગયો છે. તે 19 એપ્રિલે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામેની આગામી મેચ રમી શકે છે.

