
આજે સુપર શનિવાર છે. એટલે કે આજે IPL 2025માં બે મેચ રમાશે. પહેલી મેચ બપોરે ગુજરાત (GT) અને દિલ્હી (DC) વચ્ચે રમાશે. ત્યારબાદ સાંજે રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ રમાશે. રાજસ્થાન અને લખનૌ વચ્ચેની મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.
રાજસ્થાન રોયલ્સ (RR) માટે IPL 2025 સારું નથી જઈ રહ્યું. જોકે, ટીમ પાસે હજુ પણ વાપસી કરવાની તક છે. રાજસ્થાને આ સિઝનમાં સાત મેચ રમી છે. જેમાંથી તેણે ફક્ત બે જ મેચ જીતી છે. ટીમ પોઈન્ટ્સ ટેબલમાં આઠમા સ્થાને છે.
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ની વાત કરીએ તો, રિષભ પંતની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા ક્રમે છે. સાત મેચોમાં લખનૌએ ચાર મેચ જીતી છે અને ત્રણ મેચ હારી છે. જો લખનૌ આજે જીતે છે તો તે બીજા સ્થાને આવી શકે છે.
હેડ ટૂ હેડ રેકોર્ડ
હેડ ટૂ હેડ રેકોર્ડ, રાજસ્થાન લખનૌ કરતાં આગળ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ફક્ત પાંચ મેચ રમાઈ છે, આ સમયગાળા દરમિયાન સંજુ સેમસનની ટીમે ચાર મેચ જીતી છે. જોકે, આ વર્ષે લખનૌની ટીમ તદ્દન અલગ છે. આવી સ્થિતિમાં, આ આંકડાઓ બહુ મહત્ત્વના નથી.
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમનો પિચ રિપોર્ટ
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમની પિચ વિશે વાત કરીએ તો, અહીં હાઈ સ્કોરિંગ મેચ ભાગ્યે જ જોવા મળે છે. અહીં બોલ અટકી ને આવે છે. તેમજ પિચ ધીમી રહે છે. અહીં ટાર્ગેટ ચેઝ કરનારી ટીમને ફાયદો થાય છે. આવી સ્થિતિમાં, ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
RR: સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, નીતીશ રાણા, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, તુષાર દેશપાંડે, આકાશ માધવાલ.
LSG: મિચેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, આયુષ બદોની, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, આવેશ ખાન, આકાશ દીપ, દિગ્વેશ સિંહ રાઠી.