ભારતીય ટેસ્ટ ટીમ પાંચ મેચની સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. આ માટે બધા ટીમની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. આ સાથે, ભારતીય ટીમને એક નવો ટેસ્ટ કેપ્ટન પણ મળવા જઈ રહ્યો છે. આ માટે ઘણા ખેલાડીઓના નામની ચર્ચા થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ આ બાબતે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રીએ ICC રિવ્યૂમાં બોલતા કહ્યું કે, "હું નથી ઈચ્છતો કે જસપ્રીત બુમરાહને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવે, કારણ કે આના કારણે ટીમ તેને બોલર તરીકે ગુમાવશે."

