IPL 2025 માં, ગુજરાત ટાઈટન્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચમાં 8 વિકેટથી એકતરફી જીત મેળવીને આ સિઝનમાં પોતાની બીજી જીત નોંધાવી છે. સિઝનની પહેલી બે મેચમાં શાનદાર જીત મેળવ્યા બાદ આ મેચમાં ઉતરેલી RCB ટીમને 18મી સિઝનમાં પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા, RCB એ લિયમ લિવિંગસ્ટોનની શાનદાર અડધી સદીની ઈનિંગના આધારે 20 ઓવરમાં 169 રન બનાવ્યા હતા. જવાબમાં, ગુજરાત ટાઈટન્સની ટીમે 17.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કર્યો અને મેચ જીતી લીધી. ટાર્ગેટ ચેઝ કરતી વખતે, જોસ બટલરે એક મહત્ત્વપૂર્ણ અણનમ અડધી સદીની ઈનિંગ રમી હતી.

