ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ રાજસ્થાન રોયલ્સ (RR) ને 100 રનથી હરાવ્યું હતું. આ મેચમાં MI તરફથી બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. RR માટે, કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે ખોટો સાબિત થયો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 217 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને રિયન રિકેલ્ટન ટીમ માટે સૌથી મોટા હીરો સાબિત થયા. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી.

