ટીમ ઈન્ડિયા શુભમન ગિલના નેતૃત્વમાં ઈંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. સિરીઝની પહેલી મેચ 20 જૂનથી લીડ્સમાં શરૂ થઈ ગઈ છે. પહેલા દિવસે ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. કેપ્ટન શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે પહેલા જ દિવસે સદી ફટકારી હતી, જયસ્વાલ 101 રન બનાવીને આઉટ થયો હતો, તો બીજી તરફ શુભમન ગિલ 127 રન બનાવીને અણનમ છે. હવે સદી ફટકાર્યા બાદ શુભમનનું ટેન્શન વધી રહ્યું હોય તેવું લાગે છે, કારણ કે લીડ્સ ટેસ્ટના પહેલા દિવસે ગિલે ICCના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. જેના માટે તેને ટૂંક સમયમાં સજા મળી શકે છે.

