RCB અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli) મેદાન પર ખૂબ જ એગ્રેસિવ છે અને અન્ય ખેલાડીઓને જોરદાર સ્લેજ કરે છે. આની ઝલક આપણને મુલ્લાનપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં પણ મળી. તેણે યુવા ભારતીય બેટ્સમેન અને સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાન (Musheer Khan), જે IPLમાં ડેબ્યુ કરી રહ્યો હતો, તેને સ્લેજ કર્યો હતો.
મુશીર ખાન (Musheer Khan) ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરવા માટે આવ્યો હતો. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો, ત્યારે ફિલ્ડિંગ કરી રહેલા વિરાટ કોહલી (Virat Kohli) એ તેના સાથી ખેલાડીને કહેવાનું શરૂ કર્યું, 'આ તો પાણી પીવડાવે છે' જોકે, વીડિયોમાં અવાજ નથી આવી રહ્યો. પરંતુ, તે આવું કહી રહ્યો છે તેનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે વિરાટ કહી રહ્યો હતો કે મુશીર થોડા સમય પહેલા પાણી આપવા આવ્યો હતો અને હવે તે બેટિંગ કરી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મુશીરને વિરાટ કોહલી તરફથી ભેટ તરીકે બેટ મળ્યું હતું
IPL 2025 દરમિયાન, જ્યારે લીગ સ્ટેજમાં RCB અને PBKS વચ્ચે મેચ રમાઈ રહી હતી, ત્યારે મેચ પછી, વિરાટ કોહલી (Virat Kohli) એ મુશીર ખાન (Musheer Khan) ને પોતાનું બેટ ભેટમાં આપ્યું હતું. PBKS એ પણ તેનો વીડિયો તેના ઓફિશિયલ પેજ પર શેર કર્યો હતો. મુશીર ખાન (Musheer Khan) તેમાં ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો અને તે તેના PBKSના સાથી ખેલાડીઓને વિરાટ કોહલી (Virat Kohli) નું બેટ બતાવી રહ્યો હતો. તેમાં મુશીર ખાન વિરાટ કોહલીને 'ભાઈ' કહેતા સાંભળવામાં આવ્યો હતો. મુશીર ખાન તેના IPL ડેબ્યુ પર 3 બોલ રમ્યા પછી ડક આઉટ થયો.
મેચ વિશે વાત કરીએ તો, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી PBKSની ટીમ 14.1 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. RCB એ 10 ઓવરમાં 102 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો અને 8 વિકેટે મેચ જીતી લીધી.