Home / World : From Kashmir to Arunachal, Israeli army shows wrong map of India

કાશ્મીરથી અરુણાચલ સુધી, ઈઝરાયેલી સેનાએ બતાવ્યો ભારતનો ખોટો નકશો : લોકો થયા ગુસ્સે

કાશ્મીરથી અરુણાચલ સુધી, ઈઝરાયેલી સેનાએ બતાવ્યો ભારતનો ખોટો નકશો : લોકો થયા ગુસ્સે

Iran-Israel War: ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા શુક્રવારે (13મી જૂન) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરાયેલા એક નકશાએ વિવાદ સર્જાયો છે. આ નકશામાં ઈરાની મિસાઇલોની રેન્જ દર્શાવવામાં આવી હતી, પરંતુ તેમાં ભારતની સરહદને ખોટી રીતે દર્શાવવામાં આવી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. નકશામાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ અને અરુણાચલ પ્રદેશને ચીનનો ભાગ દર્શાવી દીધો હતો. ત્યારબાદ ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સ વાંધો ઊઠાવતા IDFએ માફી માંગવી પડી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું છે સમગ્ર મામલો?

અહેવાલો અનુસાર, 13મી જૂનના રોજ આઈડીએફએ એક ગ્રાફિકલ વર્લ્ડ મેપ 'X' પર પોસ્ટ કર્યો હતો. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે, ઈરાનની મિસાઈલો કયા કયા વિસ્તારોમાં હુમલો કરી શકે છે. પોસ્ટમાં લખ્યું 'ઈરાન એક વૈશ્વિક ખતરો છે. ઈઝરાયેલ તેનું અંતિમ લક્ષ્ય નથી, તે ફક્ત શરૂઆત છે. અમારી પાસે કાર્યવાહી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.' જો કે, નકશામાં ભારતની સરહદો સચોટ રીતે દર્શાવવામાં આવી ન હતી, જેના કારણે વિવાદ સર્જાયો હતો.

સોશિયલ મીડિયા યુઝર્સે નકશામાં ભૂલો જોઈ. જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ અને અરુણાચલ પ્રદેશને ચીનનો ભાગ દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે ઉત્તર-પૂર્વીય પ્રદેશ નેપાળ સાથે જોડાયેલો હતો. આ ભૂલથી ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થયા હતા. કારણ કે તે ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર પ્રશ્નો ઊભા કરે છે.

IDFએ માફી માંગી

આ મામલે વિવાદ વધતો જોઈને IDFએ 13મી જૂનના રોજ ફરી એક પોસ્ટ કરી, તેમાં લખ્યું 'આ પોસ્ટમાં ફક્ત વિસ્તારનો નકશો છે. આ નકશો સરહદોનું સચોટ ચિત્રણ કરતો નથી. આ તસવીરના કારણે થયેલા કોઈપણ ગુના માટે અમે માફી માંગીએ છીએ.' આ ઉપરાંત ભારતમાં ઈઝરાયેલી રાજદૂતે પણ આ અંગે સ્પષ્ટતા કરતા લખ્યું, 'આ એક ખરાબ રીતે અનિચ્છનીય ઇન્ફોગ્રાફિક છે. તેને દૂર કરવા/સુધારવા માટે પહેલાથી જ કહેવામાં આવ્યું છે.'

 

Related News

Icon